ગુણોત્સવ -૫ ને વધુ સફળ અને સારુ પરિણામ કેમ લાવી શકાય ? આપણી શાળાનો ગ્રેડ
કેમ સુધરે તે માટે અમારા
બી.આર.સી.કો.ઓ.લાખાભાઇ સુંડાવદરા એ એક માર્ગદર્શન રુપ મીટીંગ (તા.૦૮.૧૧.૨૦૧૪) નું આયોજન કર્યુ હતુ.જેમાં તેમણે ગુણોત્સવના મૂલ્યાંકન સબંધિત જરુરી માહિતી પોતાની સરળ શૈલીમાં આપી હતી.આ મીટીંગમાં ઉપસ્થિતી સ્વેચ્છાએ હોઇ તેની જાણ માત્ર ટેલિફોનિક કરેલ હોઇ શિક્ષક મિત્રો
વેકેશન હોવા છતા પણ ઉપસ્થિત રહ્યા હતા.જે તેમના તરફની લાગણી અને પ્રેમ દર્શાવે છે.સાથે શિક્ષકોને માર્ગદર્શન
અને પ્રેરણા પુરી પાડવા કેળવણી નિરીક્ષકશ્રી,તાલુકા પ્રા.શિક્ષણાધિકારીશ્રી (મનોજભાઇ થાનકી),ડાયેટ લેકચરરશ્રી(યુ.ડી.મહેતા),જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી સાહેબશ્રી (સરડવા સાહેબ ) પણ હાજર રહી પ્રેરક ઉદબોધન આપ્યુ
હતુ.
(Thanks To B.R.C.Co.Lakhabhai )