25 Jun 2014

TET 1


2.

પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે સ્કૂલોમાં ૨૫% અનામતનું પાલન નહીં, હાઈકોર્ટની નોટિસ

અમદાવાદ : રાઈટ ટુ એજયુકેશન એકટ સંદર્ભે સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં સમાજના નબળા અને પછાતવર્ગના વિઘાર્થીઓ માટે ૨૫ ટકા અનામત રાખવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાના મુદ્દે થયેલી જાહેરહિતની રિટની પ્રાથમિક સુનાવણી બાદ રાજય સરકાર સહિત સત્તાવાળાઓ સામે કારણ દર્શક નોટિસો કાઢીને જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી માટે રાખી છે.
જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની રિટ અરજીમાં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, રાઈટ ટુ એજયુકેશન એકટ સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદાના ગુજરાત સરકાર ઉલ્લંઘન કરી રહી છે. તાજેતરમાં કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરટીઆઈ એકટનું પાલન પડકારરૂપ હોવાનું સ્વીકાર્યુ હતુ.
Share This
Previous Post
Next Post