18 Jun 2014

પડતર પ્રશ્નો ઉકલેવામાં સરકાર સુસ્‍ત : કર્મચારીઓમાં નારાજગી
સરકાર પર દબાણ લાવવા વિવિધ મંડળના હોદ્દેદારો ટૂંક સમયમાં મળશે

અમદાવાદ : ગુજરાત સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણમાં મુદત પર મુદત પડ્‍યા પછી વર્તમાન સરકાર દ્વારા ઝડપી ઉકેલની દિશામાં કોઈ પગલાં ભરવામાં ન આવતાં કર્મચારી
આલમ અને વિવિધ મંડળોના હોદ્દેદારોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ગુજરાતમાં ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં તત્ત્કાલિન મોદી સરકારે
કર્મચારીઓના પ્રશ્નોનું વાટાઘાટ દ્વારા નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.પરંતુ બબ્‍બે વર્ષ વીતવા છતાં આજદિન સુધી એક પણ પ્રશ્નનો ઉકેલ ન આવતાં આગામી દિવસોમાં વિવિધ મંડળોના હોદ્દેદારો બેઠક યોજીને વર્તમાન સરકાર પાસે રજૂઆતનો તખ્‍તો દ્યડવાનું આયોજન કર્યું છે.
કર્મચારી મંડળના એક હોદ્દેદારે નામ ન લખવાની શરતે જણાવ્‍યું કે, પડતર પ્રશ્નોના મુદ્દે આગામી ટૂંક સમયમાં વિવિધ કર્મચારી મંડળોના હોદ્દેદારો એકઠા થઈને ભાવિ રણનીતિ ઘડશે. પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સમાધાન થયું ત્‍યારે જ વાટાઘાટનો માર્ગ અપનાવવાનું નક્કી થયું છે. જો કે, તેમણે ઉમેર્યું કે, બહુ ટૂંકાગાળામાં ગાંધીનગરમાં કર્મચારી આગેવાનો એકઠા થઈને કર્મચારીઓના પડતર પ્રશ્નોથી મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ વાકેફ કરવાની રણનીતિ ઘડી કાઢશે.
કર્મચારી સૂત્રોના જણાવ્‍યા મુજબ ૨૦૧૨માં તત્ત્કાલિન મોદી સરકારે કર્મચારી આગેવાનોને તબક્કાવાર બેઠક યોજીને પ્રશ્નોના નિરાકરણ કરવાની હૈયાધારણ આપી હતી પણ તેનો ઉકેલ હજુ સુધી આવ્‍યો નથી.
પડતર મુખ્‍ય માગણીઓ :-
કેન્‍દ્રના ધોરણે ૧૦-૨૦-૩૦નું ઉચ્‍ચતર પગાર ધોરણ,
નિવૃત્તિની વયમર્યાદા ૫૮ વર્ષથી વધારી ૬૦ કરવી.
કર્મચારીઓને મેડીકલ એલાઉન્‍સને સ્‍થાને મેડિકલ પોલીસીમાં આવરી લેવા
છઠ્ઠા પગાર પંચ મુજબ ટી.એ.-ડી.એ. આપવા.
છઠ્ઠા પગાર પંચની એરિયર્સની રોકડમાં ચૂકવણી
Share This
Previous Post
Next Post