6 Mar 2014

news

hi

2

શિક્ષણ રાજ્યમંત્રીની હાજરીમાં કુલપતિઓની બેઠકમાં આવેલાં અભિપ્રાય

રાજ્યની વિવિધ યુનિર્વિસટીઓ સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ડિગ્રીનું મૂલ્ય સમાન હોય છે પરંતુ દરેક યુનિર્વિસટીના અભ્યાસક્રમ જુદા-જુદા હોય છે. 'સમાન અભ્યાસક્રમ'(કોમન સિલેબસ) ન હોવાના કારણે ઘણીવાર વિદ્યાર્થીઓને એક યુનિર્વિસટીમાંથી બીજી યુનિર્વિસટીમાં પ્રવેશ લેવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે
અવરોધ પેદા થાય છે. આ બાબતને ગંભીરતાથી લઈને હવે રાજ્યની તમામ યુનિ.ઓમાં 'કોમન સિલેબસ, પરીક્ષા અને મૂલ્યાંકન' પદ્ધતિ હોવી જોઈએ આ માટે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં વિવિધ યુનિર્વિસટીના કુલપતિઓની બેઠકમાં ચર્ચા-વિચારણા થઈ હતી.
  • તમામ યુનિ.માં કોમન સિલેબસ માટે કવાયત
  •  સમાન ડિગ્રી માટે સિલેબસ પણ કોમન હોવો જોઈએ : પટેલ
યુનિર્વિસટી ગ્રંથ બોર્ડ, અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીએ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'ભારતીય સંસ્કૃતિની ગરિમા અને પ્રાચીન વારસાની જાણ વિદેશમાં થાય તે હેતુથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ ગ્રંથો, સંદર્ભે ગ્રંથો અને પાઠય પુસ્તકીય પ્રકાશનોનો અંગ્રેજી સહિત અન્ય વિદેશી ભાષામાં અનુવાદ થવો જોઈએ. ' ગુજરાત યુનિર્વિસટીના કુલપતિ એમ.એન.પટેલે કહ્યું હતું કે, 'સ્નાતક-અનુસ્નાતકની વિવિધ યુનિર્વિસટીઓની ડિગ્રીનું મૂલ્ય એક સમાન હોય છે ત પછી સીલેબસ પણ ૮૦ ટકા સમાન હોય તો એકસૂત્રતા જળવાશે.'
વિવિધ યુનિ.ના કુલપતિઓ- ડીનની બેઠક યોજાશે
યુનિર્વિસટીના સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ કોમન હોવા જોઈએ તે સૂર વ્યક્ત થયો છે. આ માટે આગામી દિવસોમાં ગુજરાત યુનિર્વિસટી અથવા તો નોલેજ કોર્ન્સોિટયમ ઓફ ગુજરાતના ઉપક્રમે તમામ યુનિર્વિસટીના કુલપતિઓ અને વિવિધ ફેકલ્ટીના ડીનની બેઠક યોજાશે. આ બેઠક ક્યારે યોજાશે તે અંગે હાલ કહેવું મુશ્કેલ છે તેમ કુલપતિ એમ.એન.પટેલે કહ્યું હતું.
Share This
Previous Post
Next Post