13 Mar 2014

વિનામુલ્‍યે ફોન



ફેસબૂક એકાઉન્‍ટ ધરાવનારા યુઝરો અંદરોઅંદર વિનામુલ્‍યે ફોનથી અનલીમીટેડ વાત કરી શકે છે
ફેસબૂકના ૧૨૦ કરોડ યુઝર માટે વિનામુલ્‍યે ફોન કોલ્‍સની (વોઇસ કોલ્‍સ) માર્ક ઝકરબર્ગે અદ્દભુત સુવિધા આપી છે. અને આનો અમલ પણ શરૂ થઇ ગયો છે. આ પહેલા
વિડીયો કોલની સુવિધા આપવામાં આવેલ છે. (જે વેબસાઇટ મારફત થઇ શકે છે, ફોનથી નહિ) અને હવે વોઇસ કોલની સુવિધા શરૂ કરી છે જે ફોનથી થઇ શકે છે. તમારા મોબાઇલમાં ફેસબૂકની એપ્‍લીકેશન નાખવામાં આવી હોય (મોટભાગના મોબાઇલમાં હવે આ સુવિધા ઇનબીલ્‍ટ જ હોય છે) તો ફેસબૂક યુઝરો એકબીજાને મોબાઇલ ફોન દ્વારા જ તદ્દન વિનામુલ્‍યે અનલીમીટેડ વાતો કરી શકે છે. માત્ર ઇન્‍ટરનેટ કનેકશન હોવું જરૂરી છે. આ સુવિધાની મજા એ છે કે સૌથી ઓછી મેમરી યુઝ કરે છે અને વોઇસ કવોલીટી ખૂબ સારી છે. ટુ જી જેવા સ્‍લો ઇન્‍ટરનેટ કનેકશનમાં પણ ફેસબૂક યુઝર એકબીજાને વિનામુલ્‍યે ફોન કરી શકે છે. કરવા લાગ્‍યા છે. પોતાના ફેસબૂક એકાઉન્‍ટ ખોલીને જેને પણ કોલ કરવો હોય તેની મેસેજ માટેની પર્સનલ વિન્‍ડો ખૂલી હોવી જોઇએ. તેના ઓપ્‍શન મેનુમાં જવાથી ફ્રી કોલ' લખેલું ઓપ્‍શન આવશે. જેના પર કલીક કરવાથી સામેના ફેસબૂક યુઝર સાથે એ જ સેકન્‍ડે કોલ જોડાઇ જશે. આ ફ્રી સર્વિસ સાથે કેટલા સવાલો ઉભા થાય છે. ફેસબૂક યુઝરની પ્રાઇવેસી નહિ રહે. કોઇપણ ફેસબૂક યુઝર એકબીજાના ફ્રેન્‍ડલીસ્‍ટમાં હોય તેને કોઇપણ સમયે કોલ કરી શકે છે. અત્‍યારે બીટા વર્ઝનમાં હોવાથી ફ્રેન્‍ડ લીસ્‍ટમાં નામ ન હોય તેવા ફેસબૂક યુઝરને પણ કોલ કરો તો લાગી જાય છે. ફેસબૂકના કર્તાહર્તાઓએ આ ગંભીર બાબત અંગે વિચારવું પડશે તેમ મનાય છે. આમ ફેસબૂક દ્વારા ફ્રી કોલ્‍સની સુવિધા વિશ્વભરમાં તહેલકો મચાવી દેશે તેવું લાગી રહયું છે. દેશ-વિદેશ કોઇપણ જગ્‍યાએ તમે ફ્રી વાતચીત કરી શકો તેવી સુવિધા ફેસબૂકના કરોડો યુઝર માટે મળતી થઇ ગઇ છે. જો કે આવી બીજી એપ્‍લીકેશનો પણ બજારમાં છે પરંતુ ફેસબૂક પાસે કરોડો યુઝરનો મોટો સમુહ હોવાથી ફેસબૂકમાં આ સુવિધા જબરજસ્‍ત ફેલાવો કરશે તેમ મનાય છે.
Share This
Previous Post
Next Post