7 Feb 2014

HTAT ભરતી ત્રીજા તબક્કા

  •  GUJARAT HIGH COURT 2000 ASISTANT BHARTI 
  •   HTAT (મુખ્યશિક્ષક) ભરતી ત્રીજા તબક્કામાં જિલ્લા પસંદગી તા.૧૦-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(2) ત્રીજા તબક્કામાં ૬૧.૧૬% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3).૦૭-૦૨-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઓન લાઈન  કોલ-લેટર
(4) ઉમેદવારોએ લાયકાતના તમામ આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે 

સીસીસી પ્લસ પાસ શિક્ષકોને જ મુખ્ય શિક્ષક તરીકે બઢતી અપાશે પાંચ વર્ષ પૂરા પગારે શૈક્ષણિક કાર્યનો અનુભવ ઉપરાંત સીસીસી પ્લસ પાસ શિક્ષકોને જ ધોરણ-૧થી ૮ની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે પ્રમોશન આપવામાં આવશે તેવો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરની
ધોરણ-૧થી ૮ પ્રાથમિક શાળામાં ખાલી પડેલી ૪૦૦૦ મુખ્ય શિક્ષકોની ભરતી બઢતીથી કરવામાં આવનાર છે.
             રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદા અંતર્ગત ધોરણ-૧થી ૮માં મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં સિધિ ભરતીથી ૨૫૧૩ અને બઢતીથી ૪૦૦૦ મુખ્ય શિક્ષકોની ભરતી કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત સિધિ ભરતીમાં ૨૫૧૩ જગ્યાઓ સામે ૪૧૭૨ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં મેરીટના આધારે જિલ્લાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. સિધિ ભરતીની સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પ્રમોશનથી પણ મુખ્ય શિક્ષકની ભરતી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને મેરીટ યાદી તૈયાર કરવાનો આદેશ આપી દીધો છે.

રાજ્યના શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષકની ૪૦૦૦ જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવનાર છે. તેના માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં બઢતી મેળવનાર શિક્ષક પાસે પૂરા પગારે પાંચ વર્ષ સુધી શાળામાં શૈક્ષણિક કાર્ય કર્યાનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત પ્રમોશન મેળવનાર શિક્ષકે સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષકની ભરતીમાં સીસીસી પ્લસ પાસ ફરજિયાત કરતા શિક્ષકો કહી ખુશી કહી ગમનો માહોલ ઉભો થયો છે. આવા નિયમથી ઘણી શાળાઓને મુખ્ય શિક્ષક મળશે નહી તેવી ચર્ચા પણ શિક્ષકોમાં ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય શિક્ષકની ભરતના પ્રથમ તબક્કામાં બઢતીવાળા યોગ્ય શિક્ષકો નહી મળતા ઘણી જગ્યાઓ ખાલી રહેવા પામી હતી. અગાઉની ખાલી જગ્યાઓ અને હાલની નવી જગ્યાઓ સહિત કુલ ૪૦૦૦ મુખ્ય શિક્ષકો ભરવામાં આવનાર છે. પરંતુ સીસીસી પ્લસ પાસ ફરજિયાત કરવામાં મુખ્ય શિક્ષકની ભરતીના બીજા તબક્કામાં પણ પ્રમોશનવાળી જગ્યાઓ ખાલી રહેવાની શક્યતા શિક્ષકોએ વ્યક્ત કરી છે

Share This
Previous Post
Next Post