બેંક-વિમાવાળાનું DA ૨૫ સ્લેબ વધશેઃ કેન્દ્રીય કર્મચારીઓનું ૧૦% વધશે
ઓકટોબર ર૪૧, નવેમ્બર ર૪૩ અને ડિસેમ્બર ૨૩૯ ગ્રાહક ભાવાંક જાહેરઃ નિવૃત બેંક કામદારોનું ડીએ ૭૩ સ્લેબ વધશેઃ કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ

૧૦ ટકા
વધીને પહોંચ્યુ ૧૦૦.પ૬ ટકાઃ સરકાર ચૂંટણીને કારણે વહેલી જાહેરાત કરશેઃ ૧લી
જાન્યુઆરીથી ડયુઃ ડીએ ૧૦૦ ટકા ઉપર પહોંચતા કેટલાક એલાઉન્સ પણ વધી જશે
રાજકોટ તા.૧ : દેશભરમાં બેંક, વિમા, કેન્દ્ર અને રાજયના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ઔદ્યોગિક ભાવાંકના આધારે દેશભરના બેંક અને વિમા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ફેબ્રુઆરી ૨૦૧૪થી રપ સ્લેબના વધારા સાથે મળશે. જયારે કેન્દ્ર અને રાજયના કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થુ ૧૦ ટકા ૧લી જાન્યુઆરીથી ડયુ થયુ છે અને તે ૧૦૦ ટકા થઇ ગયુ છે.
ભારતીય શ્રમ બ્યુરો દ્વારા ઔદ્યોગિક કામદાર માટેનો ગ્રાહક ભાવાંક માહે ડિસેમ્બરો ર૩૯ જાહેર થયો છે. જે અગાઉ ઓકટોબરનો ર૪૧ અને નવેમ્બરનો ર૪૩ જાહેર થયો હતો. આ ઉપરની ગણતરી કરતા દેશભરના બેંક કામદારોને મળતા ડીએમાં રપ સ્લેબનો વધારો થયો છે. હાલ ૬૪૧ સ્લેબ ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે તેમાં રપ સ્લેબનો વધારો થતા મોંઘવારી ભથ્થુ ૬૬૬ ઉપર મળશે.
બેંકોના નિવૃત કામદારોને પણ ફેબ્રુઆરીથી ૭૩ સ્લેબનો વધારો મળશે. અગાઉના ૪૮ સ્લેબ અને આ વખતના રપ સ્લેબ ગણતા તેઓને હવે આ મહિનાથી મોંઘવારી ભથ્થામાં ૭૩ સ્લેબનો વધારો મળશે. અત્રે એ નોંધનીય છે કે નિવૃત કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાના વધારા-ઘટાડાની ઇફેકટ મળે છે જયારે ચાલુ કર્મચારીઓને દર ત્રણ મહિને મોંઘવારી ભથ્થામાં વધ-ઘટનો લાભાલાભ મળે છે. આ મોંઘવારી ભથ્થુ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ-૨૦૧૪ માટે લાગુ રહેશે.
શ્રમ બ્યુરોએ જાહેર કરેલા ભાવાંકના આંકડા ઉપરથી કેન્દ્ર અને રાજયના કર્મચારીઓને આગામી દિવસોમાં ૧૦ ટકાના ડીએ વધારાનો લાભ મળશે. તેઓનું ડીએ ૧લી જાન્યુઆરી ર૦૧૪થી ડયુ થયુ છે. તેઓને હાલ ૯૦ ટકા ઉપર ડીએ મળે છે તેમાં ૧૦ ટકાનો વધારો થતા હવે તે ૧૦૦.પ૬ ટકા થઇ ગયુ છે.
ડિસેમ્બરનો ભાવાંક આヘર્યજનક રીતે ૪ પોઇન્ટ ઘટીને ર૩૯ પોઇન્ટ જાહેર કરવામાં આવ્યો છે જેને કારણે ૧૧ ટકા મોંઘવારી વધવાની આશા રાખી બેઠેલા લાખો કર્મચારીઓના સપના પાણી ફરી વળ્યુ છે અને હવે ૧૦ ટકાથી સંતોષ માનવો પડશે. આનાથી તેઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં પણ વધારો મળશે.
કેન્દ્ર અને રાજયોના કર્મચારીઓના ડીએ ૧૦૦ ટકા વધી જતા બાળકોના શિક્ષણ એલાઉન્સ સહિત કેટલાક એલાઉન્સમાં રપ ટકાનો વધારો થઇ જશે. દર વર્ષે ડીએની જાહેરાત કેન્દ્રીય કેબીનેટ એપ્રિલમાં કરતી હોય છે પરંતુ આ વખતે ચૂંટણીને કારણે કેબીનેટ વહેલો નિર્ણય લ્યે તેવી શકયતા છે કારણ કે આચારસંહિતા લાગુ થાય તો આ જાહેરાત થઇ શકે નહી.
અત્રે એ નોંધનીય છે કે તમામ ચીજવસ્તુઓના ભાવ (ડુંગળી સિવાય) ભડકે બળી રહ્યા છે ત્યારે ગ્રાહક ભાવાંક ડિસેમ્બરનો ૪ પોઇન્ટ ઘટીને આવતા કર્મચારી વર્તુળોમાં ભારે આヘર્ય સાથે નારાજી પણ ફેલાઇ છે. કર્મચારીઓ ૩૪ થી ૪૦ સ્લેબના વધારાની આશા રાખીને બેઠા હતા પરંતુ હવે બેંક-વિમા કામદારોએ માત્ર રપ સ્લેબના વધારાથી સંતોષ માનવો પડશે. કર્મચારી વર્ગમાં એવો ગણગણાટ છે કે આંકડા જાહેર કરવામાં પણ ગોલમાલ આચરવામાં આવી છે.