Happy Makarsankranti
બે વર્ષ પહેલાં શિક્ષણ વિભાગે મા. ઉ.મા.ના શિક્ષકોને સીસીસીની પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપી પગાર વધારો કરી આપ્યો હતો. જો કે આ તમામ ૫૦૦ શિક્ષકોની પરીક્ષા
પાસ કરવાની મુદત પૂર્ણ થઇ જતા હવે તેમની પાસેથી શિક્ષણ વિભાગ રૂ. ચાર કરોડની રિકવરી કરવા કવાયત હાથ ધરી છે.
સીસીસીની પરીક્ષા પાસ ન કરી શક્યા
શહેર જિલ્લા શિક્ષણાધિકારીઓએ તાજેતરમાં તમામ શાળાઓને પરિપત્ર કરી શિક્ષકોની યાદી મગાવી છે. શહેર ડીઇઓ એ.કે રાઠોડે જણાવ્યું હતં કે '૩૧-૧૨-૨૦૧૩ના રોજ સીસીસી પરીક્ષા પાસ કરવાની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવા કેટલા શિક્ષકો છે જેમને બઢતીનો લાભ મળ્યો છે. તમામ શાળાઓને પરિપત્ર કરી આવા શિક્ષકોની યાદી મગાવાઇ છે. હવે ઠરાવ મુજબ જો શિક્ષણ વિભાગ તમામ સીસીસી પાસ કરવાની શરતે બઢતીના લાભ આપેલા શિક્ષકોને જો એક્સટેન્શન આપવામાં આવશે તો કોઇ વાંધો નહીં, પરંતુ નહીં અપાય તો તેમને રકમ પરત કરવી પડશે.'