આજ રોજ બી.આર.સી.ભવન રાણાવાવ મુકામે
તાલુકાના પ્રાથમિક શિક્ષકોની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા તાલીમની સાથે
સાથે શિક્ષકો માટે ઉપયોગી એવી બેન્કીગ માહિતી પણ આપવામા આવી હતી.સામાન્ય રીતે આપણે
બેક્મા જતા હોઇએ છીએ પણ અહી તો બેક જ ખુદ બી.આર.સી.ભવન આવી હતી. અમારા સૌના માનીતા બી.આર.સી.કો.શ્રી
લાખાભાઇના આ નવતર પ્રયાસને સલામ છે.
સ્ટેટ બેક ઓફ ઇન્ડીયા-પોરબન્દરના (N.R.I.Branch) મેનેજર અને
સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે બેક દ્વારા મળતા વિવિધ લાભ,દોડધામભર્યા
આ સમયમા નેટ બેકીન્ગનો ઉપયોગ,હેલ્થ પોલીસી,જીવનઉપયોગી વિવિધ વીમાની યોજનાઓ,બચત
માટેની માહિતી તેમજ આવનારા સમયની સાથે ચાલવા માટેનુ માર્ગદર્શન આપ્યુ હતુ.
પોરબન્દરના જિલ્લા
પ્રા.શિક્ષણાધિકારી શ્રી સરડવા સાહેબે શિક્ષકોને શાળામય અને બાળકમય બનવા માટે
જરુરી પોઝીટીવ થીન્કીગ/એપ્રોચ પર સરસ માર્ગદર્શન આપ્યુ હતુ.અને આપણે આપણા ગૌરવને
જાળવીએ અને બાળકોને ભરપુર પ્રેમની સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણનુ દાન આપીએ તે
બાબત પર ભાર મુક્યો હતો.
બી.આર.સી.કો.શ્રી લાખાભાઇ સુન્ડાવદરા એ
શાળાકીય પ્રશ્નોના યોગ્ય નિરાકરણ તેમજ શિક્ષકો માટે શરાફી મન્ડળી માટેની રચના કરવા
બાબત વિચાર વ્યક્ત કર્યો હતો.
(અન્તે સૌ સાથે મળીને ભજીયા/લાડૂનુ ભોજન લઇ છૂટા પડ્યા.અન્ન ભેગા એના મન ભેગા)
ઓનલાઇન-બાયસેગ તાલીમ-(૩ ડિસ્પ્લે તાલીમમા)મન્ચસ્થ મહાનુભાવો-બેક્ના સ્ટાફ અને જિ.પ્રા.શિ.શ્રી/
શૈક્ષણિક માર્ગદર્શન વખતે
બેકના સ્ટાફ સાથે ચર્ચા કરતા અમારા બી.આર.સી.કો.લાખાભાઇ