22 Dec 2013



 આગામી ૧૦૦ દિવસમાં તબક્કાવાર ૨૦,૦૦૦થી વધૂ સરકારી નોકરીઓની જાહેરાત કરશે. ફિક્સ પગારથી કાયમી સરકારી નોકરીઓ માટે
ભરતીની કાર્યવાહી આરંભશે.
લોકસભાની ચૂંટણી પૂર્વે યુવાનોને આકર્ષવા હોડ મુખ્ય સચિવના અધ્યક્ષપણા હેઠળની વિભાગીય સેક્રેટરીઓની સમિતિએ
રિપોર્ટ સોંપ્યો આગામી ૧૦૦ દિવસમાં ફિક્સ પગારથી કાયમી સરકારી નોકરીઓની જાહેરાતો થશે
ગુજરાત સરકારના ૨૬ વિભાગો, ૫૩ બોર્ડ- નિગમ અને ૩૨થી વધારે સંસ્થાનો, ટ્રસ્ટો, કંપનીઓમાં અત્યારે મંજૂર મહેકમ કરતા ૫૦થી ૮૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. સચિવાલયમાંના પ્રમુખ વિભાગોમાં વર્ષ ૨૦૧૬ સુધીમાં ૭૦ ટકા જેટલો સ્ટાફ નિવૃત થઈ રહ્યો છે. મુખ્ય સચિવ વરેશ સિન્હાના અધ્યક્ષપદે રચાયેલી વિવિધ વિભાગોના સેક્રેટરીઓની સમિતિએ મુખ્યમંત્રીને સોંપેલા રિપોર્ટ અનુસાર સરકારી વહિવટને ગતિશીલ રાખતા કુલ ૩.૪૭ લાખ કર્મચારીઓમાંથી ૨૦ ટકા ૫૫ વર્ષની વય વટાવી ચૂક્યા છે. ૩૫ ટકા કર્મચારીઓ ૩૬થી ૪૫ વર્ષના વયજૂથમાં છે. જ્યારે બીજા ૩૫ ટકા ૪૬થી ૫૫ વર્ષના વયજૂથમાં છે. જ્યારે ૧૦ ટકા જ કર્મચારી- અધિકારી ૩૫ વર્ષ સુધીના યુવાન છે ! આથી સરકારમાં ખાલી પડનારી જગ્યાઓ તત્કાળ ભરવા મજંરીઓ ફટાફટ આપવામાં આવી રહી છે.

સામાન્ય વહિવટ વિભાગના સત્તાવાર સુત્રોના કહ્યા મુજબ ફેબ્રુઆરી મહિના સુધીમાં તબક્કાવાર શિક્ષણ, પંચાયત, મહેસૂલ, શહેરી વિકાસ, પોલીસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પુરવઠા, મહિલા અને બાળ કલ્યાણ, રમતગમત વિભાગથી લઈને બોર્ડ- નિગમો જેવા સરકારી, અર્ધસરકારી સંસ્થાનો દ્વારા વિવિધ કેડરની જાહેરાતો પ્રસિધ્ધ થશે.

છેલ્લા ચાર વર્ષથી સફળતા પુર્વક યોજાઈ રહેલા ખેલ મહાકુંભના સમપાન પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્પોર્ટ્સ પર્સનને સરકારી નોકરીઓમાં અગ્રતા આપવા માટેની જાહેરાત કરી શકે તેમ છે.

કયા વિભાગની કઈ જગ્યા માટે ભરતી ?

-પંચાયત અને ગ્રામ વિકાસમાં ૪,૩૦૦ તલાટી

-મહેસૂલ વિભાગમાં ૧,૬૦૦ ઉપરાંત તલાટી
-શિક્ષણ વિભાગમાં કુલ મળી ૮,૦૦૦ શિક્ષકો

-ગૃહ વિભાગ દ્વારા ૮,૦૦૦ પોલીસ કર્મચારી
-માર્ગ અને મકાન વિભાગમાં ૬૦૦ એન્જિનિયર

-સિંચાઈ, ઉર્જા, સાયન્સ ટેકનોલોજીમાં ૪૦૦ એન્જિ.
-મહિલા બાળ કલ્યાણમાં ૬૦,૦૦૦ ન્યુટ્રીશન વોલીયન્ટર્સ
-શહેરી વિકાસમાં ૩૪૦૦ એકાઉન્ટન્ટ અને એન્જિ.

-રમત ગમત અને શિક્ષણમાં ૨૦૦ સ્પોર્ટ્સ કોચ

-વર્ગ-૧ અને ૨ માટે ૨૫૫થી વધુ જી.એ.એસ.

કઈ ઓથોરિટીઓ દ્વારા ભરતી થશે?

-ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

-ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ

-સેન્ટ્ર્ર ઓફ એન્વા. એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી- સેપ્ટ

-ગુજરાત ટેકનિકલ યુનિર્વિસટી

-જે તે વિભાગોમાં ખાસ ભરતી માટેની સમિતિ

-પોલીસ ભરતી બોર્ડ
નોકરીમાં સ્પોર્ટ્સ પર્સનને અગ્રતાની નીતિ બનાવાશે


Share This
Previous Post
Next Post