17 Jun 2013

પ્રજ્ઞાચક્ષુઓને નિમણૂકો ન અપાતાં કન્ટેમ્પ્ટ રિટ

લાયકાત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને હાઇકોર્ટના હુકમ છતાં વિદ્યાસહાયક તરીકે નિમણૂંકો નહી અપાતા નારાજ પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો તરફથી હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની ખંડપીઠે સીંગલ જજના ચુકાદાનો અમલ કરવા અથવા તો આ મામલે જરૂરી ખુલાસો કરવા શિક્ષણવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને તા.૨૦મી જૂને અદાલત સમક્ષ હાજર રાખવા રાજય સરકારને નિર્દેશ કર્યો છે. ખંડપીઠે પોતાના હુકમમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, સીંગલ જજના ચુકાદાનું પાલન કરવાની રાજય સરકારની ફરજ છે. હાઇકોર્ટના આ વલણ બાદ ૨૦૧૦-૨૦૧૧ના લાયકાત ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકેની નિમણૂંક મળવાની સંભાવના છે.
  • ચુકાદાનો અમલ કરવાની સરકારની ફરજ છે : હાઇકોર્ટ

Share This
Previous Post
Next Post