દેશના પ્રથમ રિટેલ કૃષિબજારનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિત દ્વારા સહરા દરવાજા ખાતે રિટેલ
રૂપિયા ૧૨૫ કરોડના ખર્ચે કૃષિબજાર તૈયાર કર્યું છે. દેશના પ્રથમ રિટેલ
કૃષિબજારનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
અહીં
શાકભાજી સાથે તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ એક જ સ્થળેથી મળી રહે તે આશયથી
કૃષિબજારની રચના કરવામાં આવી છે. હોલેન્ડ ખાતેના મોલને પણ ટક્કર મારે
તેવું આ બજાર સાકાર થયું છે. જેના થકી ૩૦થી ૩૫ યુવાનોને નોકરી
મળશે. આ કૃષિબજારમાં ૧૧૦ દુકાનો, ચાર બેંક, કોલ્ડસ્ટોરેજ, ખેડૂતો માટે
તાલીમ કેન્દ્ર, પેકેજિંગ ઇન્સ્ટિટયૂટ, ઇલેકટ્રોનિક ઓકશન હોલ,
આયાત-નિકાસકારો માટે સંદેશા વ્યવહારની સુવિધા બજારને અડીને જ ૧૯૨ રૂમ
ધરાવતી અદ્યતન હોટલ, અદ્યતન સુવિધા સાથેનું બે માળનું પાર્કિંગ તથા ૬૦ ઓફિસ
સાથેનુ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવ્યું છે.
Share This