રાજ્યના કર્મચારીઓને પણ ૮૦ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.
ભારત સરકારની જાહેરાત બાદ રાજ્યના નાણાવિભાગે પણ તાત્કાલિક અસરથી તેનો અમલ કરવા માટે 'ચ' બ્રાન્ચથી ફાઈલ તૈયાર કરાવીને મુખ્ય સચિવ વરેશ સિન્હા, નાણા વિભાગના અગ્રસચિવ હસમુખ અઢિયા તેમજ નાણામંત્રી નીતિન પટેલની મંજૂરી માટે કવાયત શરૂ કરી છે.આગામી ૧૦-૧૫ દિવસમાં તેની અધિકૃતપણે જાહેરાત થાય તો નવાઈ નહીં. અત્યારે જૂલાઈ- ૨૦૧૨ મુજબ કર્મચારીઓના કુલ પગાર ઉપરાંત ૭૨ ટકા લેખે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. હવે રાજ્યના કર્મચારીઓને પણ ૮૦ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે.
Share This