ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ફીક્સ
પગારથી કરાયેલી નિમણૂંકના મામલે સુપ્રિમ કોર્ટમાં કરાયેલી રીટ અરજીની
સુનાવણી આજે હાથ ધરાઇ ત્યારે સુપ્રિમ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખીને
તેની વધુ સુનાવણી જુલાઇ 2013માં રાખવાનો આદેશ આપ્યો હતો. આમ,ફીક્સ પગારથી
શિક્ષકની ફરજ બજાવતાં વિદ્યાસહાયકોના ભવિષ્યનો ફેંસલો જુલાઇ માસમાં જાહેર
થાય તેમ છે.