પ્રોવિડંડ ફંડના બેલેન્સની ઇ-પાસબુક ડાઉનલોડ કરી શકાશે
લાખો નોકરિયાતો માટે ભવિષ્યનો આધાર બનેલી કર્મચારી ભવિષ્યનિધિ
સંસ્થા(એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન)માં જમા થતી
કર્મચારીઓ-કામદારોના પ્રોવિડન્ડ ફંડના નાણાંની રકમની માહિતી વર્ષે એક વખત
સ્લીપ થકી મળતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારના તાબાની આ સંસ્થાએ કમ્પ્યૂટર
નેટવર્ક અનેઇન્ટરનેટના આધુનિક જમાના સાથે તાલ મિલાવી માહિતી અપડેટ કરી
છે. જેથી હવે લાખો સભાસદો ઘરબેઠાં ઇ.પી.એફ.ઓ.ની વેબસાઇટ પરથી પી.એફ.ના
બેલેન્સની ઇ-પાસબુક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવવાની સુવિધાનો લાભલઇ
શકશે.
પી.એફ.ની રકમ એ કર્મચારીઓ-કામદારો માટે ભવિષ્યનો સહારો છે. આ રકમ
વર્ષોની નોકરી દરમિયાન કર્મચારી-કામદારના પગારમાંથી કપાત થઇ પી.એફ.
કચેરીમાં જમા થાય છે. જે રકમમાં નોકરીદાતા તરફથી ૮.૩૩ ટકા રકમ ઉમેરવામાં
આવે છે. ભેગી થતી રકમ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થતું વાર્ષિક વ્યાજ
ચૂકવવામાં આવે છે. નિવૃત્તિ બાદપી.એફ.માં જમા થતી રકમ એકસાથે
કર્મચારી-કામદારને ચૂકવાતાં તેનું નિવૃત્તિ જીવન સુખમય બને છે.
હવે ઇ.પી.એફ.ઓ.ની વેબસાઇટ પરથી સભાસદો ઘરબેઠાં રજિસ્ટ્રેશન કરાવી પી.એફ. બેલેન્સની ઇ-પાસબુકની પ્રિન્ટ મેળવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરાતાં લાખો કર્મચારીઓ-કામદારોને આ નવી સુવિધાનો લાભ થશે
પ્રોવિડંડ ફંડની ભારત સરકારની વેબસાઇટ
Share This