26 Feb 2016

percentile - પર્સન્ટાઇલ રેન્ક શું છે અને કેવી રીતે શોધી શકાય ?

જ્યારે બોર્ડનું પરિણામ આવે છે ત્યારે તેમાં પર્સન્ટાઇલ રેન્ક દર્શાવાય છે,જેને આજે મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ટકા ગણે છે,જે ખોટુ છે.પર્સન્ટાઇલ રેન્ક દરેક ઉમેદવારની અન્ય ઉમેદવારો સામેની સરખામણીમાં રેન્ક દર્શાવે છે. તે મુજબ જે તે વિદ્યાર્થીનું સ્થાન અન્ય વિદ્યાર્થીના પ્રમાણમાં શું છે તેનું માપ.
દા.ત. જે વિદ્યાર્થીને ૯૦ પર્સન્ટાઇલ મળેલા હોય તો તે એ દર્શાવે છે કે આ વિદ્યાર્થીનું પરીક્ષામાં કુલ બેઠેલા વિદ્યાર્થીઓમાંથી દસ ટકા ઉમેદવારો પછી તરત આવે છે.એટલે કે આ વિદ્યાર્થી અન્ય ૯૦ ટકા કરતા આગળ છે. જો ઉમેદવારોની કુલ સંખ્યા લઇએ તો તરત દરેકને પોતાનો નંબર સંપૂર્ણ લિસ્ટમા કેટલો છે તે ખબર પડી શકે, જેમ કે કુલ ઉમેદવારની સંખ્યા જો એક લાખ હોય તો આ ઉમેદવારોનો રેન્ક તેમાં  દસહજાર આસપાસનો થાય છે. એટલે કે આ વિદ્યાર્થી ટોપ ૧૦૦૦૦ વિદ્યાર્થીમાં આવે તેમ ગણી શકાય.
Share This
Previous Post
Next Post