27 Nov 2015

તોતોચાન ડાઉનલોડ- Book Download-

આ પુસ્તકમાં પ્રાથમિક શિક્ષણના થયેલા અનુભવોનું સંકલન છે.નાયિકા 'તોમોએ' તેમેને જે શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતુ તેની સ્મૃતિ રૂપે આ પુસ્તક લખાયું છે.
એક પાંચ-સાત વર્ષની છોકરી. નામ એનું તોતોચાન. તેની માતાએ જાપાનની એક પ્રાથમિક શાળામાં દાખલ કરી. છોકરી એવી તોફાની ને નટખટ કે એક ક્ષણ માટે પણ શાંતિથી બેસ  શકે.શાળાના શિક્ષકે કંટાળીને તે શાળામાંથી નામ કઢાવી જવા તેની માતાને વિનંતી કરી. તોતોચાનનું નામ શાળામાંથી કાઢી નાખ્યું. બીજી એક શાળામાં તેને દાખલ કરી. ત્યાં પ્રથમ દિવસે આચાર્ય શ્રી કોબાયાશી સાથે ત્રણ ત્રણ કલાક સુધી ગાંડીઘેલી  ભાષામાં વાતો કરી. વાતો સાંભળીને તે એક વાક્ય બોલ્યાઃ" તું બહુ સુંદર છોકરી છે." આચાર્યના એક વાક્યએ બાલિકાને અત્યારે જાપાનની સુવિખ્યાત ટી.વી. કલાકાર તરીકે પ્રસિદ્ધ કરી મૂકી.- 
             બાળકો સાથેનો આપણો શાબ્દિક/અશાબ્દિક વ્યવહાર બાળકના શૈક્ષણિક વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.માટે જ કહેવાય છે કે શિક્ષક મિત્રોએ એક વાર ખાસ આ પુસ્તક વાંચવું.
Share This
Previous Post
Next Post