12 Apr 2015

Dr.Ambedkar Jivan Parichay - Life Story video


  ૧૪.૪.૨૦૧૫ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની  ૧૨૫ મી જન્મજયંતિ શાળાકક્ષાએ ઉજવવાની હોઇ તેમના માટે ખાસ માહિતી.
    બાબાસાહેબ એક કાયદાશાસ્ત્રી,રાજનેતા, તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી. તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા. આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990મા નવાજવામા આવ્યા હતા.તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.

Share This
Previous Post
Next Post