16 Jun 2014

રજા



ગુજરાત સરકારના વિવિધ વિભાગો, સંસ્થાનોમાં ફિક્સ વેતનથી નોકરી કરનાર મહિલા કર્મચારીઓને પ્રસૂતિ માટે ગુજરાત મૂલ્કી સેવાના રજાના નિયમો- ૨૦૦૨ની જેમ જ રજાઓ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. છેલ્લા ૮-૯ વર્ષથી રાજ્યમાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓની મોટાપાયે ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવી રહી છે. પાંચ વર્ષના અજમાયશી સમય સુધી મહિલા કર્મચારીઓને પ્રસૂતિ માટે રજા આપવાના કોઈ જ નિયમો નહોતા. આ કારણોસર શિક્ષણ, પંચાયત, આરોગ્ય, પોલીસ જેવા વિભાગોમાં ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થતો હતો. આવી રાજ્યવ્યાપી ફરિયાદોને કારણે હવે સરકારે ફિક્સ વેતનદાર મહિલા કર્મચારીને પણ મૂલ્કી સેવા નિયમ હેઠળ જ પ્રસૂતિકાળમાં રજાઓ મંજૂર કરી આપવા પરિપત્ર કર્યો છે. નાણાં વિભાગના સેક્શન અધિકારી બી.એસ.મિસ્ત્રીની સહીથી કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, વર્ગ-૩ અને ૪ની જગ્યાઓ ઉપર ગુજરાત મૂલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો-૧૯૬૭ હેઠળ ફિક્સ પગારથી નિમણૂકો આપવામાં આવે છે. આવી રીતે નિમણૂક મેળવનાર કર્મચારીને કરારના સમયગાળા દરમ્યાન ર્વાિષક ૧૨ પરચૂરણ રજાઓ મળવાપાત્ર થશે. તેમજ મહિલા કર્મચારીઓને પણ મૂલ્કી નિયમો મુજબ પ્રસૂતિ રજા મળશે. રાજ્યમાં ફિક્સ વેતનવાળા મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા આપવા અંગે કોઈ માર્ગદર્શીકા નહિં હોવાથી તેની ગંભીર ફરિયાદો ઉઠતી હતી. હવે ફિક્સ વેતનદાર મહિલા કર્મીને પણ પ્રસૂતિ માટે રજા મળશે


Share This
Previous Post
Next Post