દરેક વાલીએ અને બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓએ ખાસ વાંચવાલાયક આજનો આ લેખ :
પરીક્ષા
એ કોઇ જીંદગીની આખરી પરીક્ષા નથી કે આખરી કસોટી નથી. પરીક્ષા એ કોઇ સફળ કે નિષ્ફળ વ્યક્તિ તરીકે જાહેર કરનાર
''એગમાર્ક'' નથી.પેપર
નબળું જવાથી કે ઓછા માર્કસ આવવાથી કે નાપાસ થવાથી શું જીવનમાં ભૂકંપ આવી જવાનો ? પરીક્ષા એ તો આગળના વર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો પ્રયત્ન છે.
આગળ એક પગલું ભરવા માટેનું કદમ છે. પરીક્ષા એ તો માત્ર અભ્યાસકિય યાદશક્તિની કસોટી
છે ! જીવનની નહી.જીવનની
કારકિર્દી માટે તો ઉત્સાહ, ધગશું પરિશ્રમ વિશ્વાસુ પ્રયત્ન સાહસુ દીર્ઘ દ્રષ્ટિ
વિચાર અનુભવ. સ્વપ્ન જેવા ગુણો જરૃરી છે. જે ગુણોને પરીક્ષાના પરિણામ સાથે કંઇ
લેવા-દેવા નથી !! પરીક્ષામાં તમે સારા માર્કસ સાથે પાસ થયા કે પ્રથમ આવ્યા તો
તમોને સારી શાળા કોલજ કે સારી સંસ્થામાં પ્રવેશ મેળવવો સરળ રહેશે. પણ પછી તમારી આ માર્કશીટ જીવન કારકિર્દી કે વ્યક્તિત્વ ખિલવવામાં કે આગવી
પ્રતિભા ખિલવામાં બહુ ઉપયોગી થતી નથી. એ માટે તો ઉપર જણાવ્યા એ ગુણો ખિલવવા પડે
છે. માર્કસ ભલે ઓછા આવ્યા હોય કે નાપાસ થયા હો પણ જો ઉપર જણાવેલ ગુણો તમારામાં હોય
તો તમે કોઇ પણ ક્ષેત્રે સફળ થઇ શકો છો.