- શિક્ષકદિન ૨૦૧૪ ની ઉજવણી કરવા બાબત પરિપત્ર
- મુખ્ય શિક્ષક બનવા માટેની HTAT Exam જે મિત્રો આપવાના છે તે તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ.
શિક્ષક દિને મોદી દેશભરના બાળકો સાથે વાર્તાલાપ કરશે
ટીવી, રેડીયો, નેટ ઉપર ૪પ મીનીટનું જીવંત પ્રસારણ થશેઃ દિલ્હીની સ્કુલમાં મોદી હાજરી આપી ૧૦૦૦ બાળકોને મળશે
પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દેશભરના બાળકો સાથે લાઇવ રહેશે. તેઓ દિલ્હીના ૧૦૦૦ જેટલા શાળાના બાળકો સાથે ૪પ મીનીટ પસાર કરશે. જેનુ ટીવી, રેડીયો અને નેટ ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. દેશની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આ કાર્યક્રમને નિહાળી શકશે અને સાંભળી પણ શકશે.
કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ કાર્યક્રમની જોરશોરથી તૈયાર શરૂ કરી દીધી છે. આ મંત્રાલયનો પ્રયાસ છે કે શિક્ષક દિવસે વિદ્યાર્થીઓ મોદીને નિહાળી પણ શકે અને સાંભળી પણ શકે. મંત્રાલયના સેકન્ડરી એજયુકેશનના સેક્રેટરી રાજશ્રી ભટ્ટાચાર્યએ તમામ ઓફિસરોને દરેક રાજયોનો સંપર્ક સાધવા જણાવ્યુ છે.
મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે લગભગ ૧૪.પ લાખ સરકારી અને ૪ લાખ ખાનગી શાળાઓમાં દરેક જનશિક્ષણ સંસ્થાઓ, પંચાયત ઘર, એડલ્ટ અને ઇન્ફોર્મલ એજયુકેશન ખાતે વડાપ્રધાનને સાંભળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. જયાં-જયાં ટીવી નહી હોય ત્યાં ટીવી સેટ ભાડે લેવામાં આવશે. જયાં વિજળી ન હોય ત્યાં જનરેટરની વ્યવસ્થા પણ કરવા જણાવાયુ છે.
મોદી તે દિવસે પેલા ધોરણથી માંડીને ૧ર ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માણેક શો સેન્ટર ખાતે બપોરે ૩ થી ૩-૪પ દરમિયાન મળશે. તેઓ ઓપનીંગ સ્પીચ આપશે અને પછી ૭ સેન્ટરો કે જેમાં લેહ, દંતેવાડા, ભુજ સહિતના વિદ્યાર્થીઓ તેમને સવાલો પુછશે. સુત્રો જણાવે છે કે બાવન ન્યુઝ ચેનલો, રેડીયો અને એફએમ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. દરેક ઇલેકટ્રોનીક કોમ્યુનિકેશનનો ઉપયોગ આ કાર્યક્રમ માટે કરવામાં આવશે.