9 Mar 2013

માનવીના જીવનમાં પૈસાનું સ્થાન-મોહમ્મદ માંકડ

  • પૈસો જીવનમાં મહત્વનો છે ખરો પણ એ સુખનો પર્યાય નથી
  • * માણસે પૈસા એટલા કમાવા જોઈએ કે એને કમાનાર જીરવી શકે ,એનો ઉપયોગ કરી શકે , એને કમાઈને માણવા માટેનો સમય એની પાસે બાકી રહે
  • * માણસે ધનસંચય પણ કરવો જોઈએ ,પણ એ ધનસંચય કરવામાં જ એની જીંદગી પૂરી ના થઇ જવી જોઈએ
  • *જેમ નિરોગી રહેવા માટે વ્યાયામ જરૂરી છે ,પરંતુ વ્યાયામ કર્યા પછી આરામ કરવો , સારો પૌષ્ટિક ખોરાક લેવો , આનંદમાં સમય પસાર કરવો એ પણ એટલું જ જરૂરી છે .દિવસ આખો માત્ર વ્યાયામ જ કર્યા કરવાથી તો ઉલટું નુકશાન જ થાય
  • * દરેક માણસે જરૂરી ધન કમાવું જ જોઈએ ….પૈસા જરૂરી છે , પરંતુ માત્ર જરૂરી જ છે .સારા ઘરમાં બાથરૂમ જરૂરી હોય છે , પરંતુ ડાઈનીંગરૂમ કે રસોડાની મધ્યમાં એનું સ્થાન ન હોઈ શકે
  • * જિંદગી જીવવા માટે પૈસા જરૂરી છે પરંતુ તેને જિંદગીના કેન્દ્રમાં ન મુકાય . જો મૂકીએ તો જિંદગીની આખી ઈમારત બગડી જાય
  • * આજે તો એવું બનવા માંડ્યું છે કે _
  • *પૈસા માટે માણસ પોતાની ટેક , વચન , કે કુટુંબ છોડવા પણ તૈયાર થઇ જાય છે
  • *અમેરિકામાં તો પૈસાને જ પ્રતિષ્ઠાનું સ્ટેટસનું સિમ્બોલ ગણવામાં આવે છે
  • *આજે માણસને માપવાના તોલમાપ ફરી ગયા છે .માણસના ડહાપણને , સર્જકતાને ,ભલાઈને એના પૈસાથી માપવા માંડ્યા છે જે બરોબર નથી .ખરેખર તો પૈસાને વધુ મહત્વ અપાતાં ખોટો પૈસો પેદા થાય છે ….ખોટા માણસ પેદા થાય છે
તો મિત્રો , આપણે વધુ પડતા પૈસાના મોહમાંથી બચીશુંને ?


 

Share This
Previous Post
Next Post