નમસ્કાર મિત્રો, આજે આપ સૌ જાણો છો કે યુટ્યુબનો શૈક્ષણિક ઉપયોગ ખૂબ સરસ રીતે થઇ રહ્યો છે. આજે શીખવાનો અને અભ્યાસનું બેસ્ટ માધ્યમ કોઈ હોય તો એ યુટ્યુબ છે.જેમાં તમે ચાહો એ વિષય પરના વિડીયો તમારી ભાષામાં મેળવી શકો છો. મારી યુટ્યુબ ચેનલ પર મેં આજ સુધીમાં કુલ 500 જેટલા વિડીયો બનાવીને અપલોડ કરેલા છે,જે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ /શિક્ષકો અને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે ઉપયોગી બનશે। સાથે સાથે આજના સમયમાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે ત્યારે તેમનો ઉપયોગ કેવી રીતે કરવો ?કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરેના પ્રેક્ટિકલ વિડીયો ગુજરાતીમાં આપેલા છે,મારા આજ સુધીના બધા વિડીયો એક જ ફાઈલમાં મુકેલ છે।
જે વિડીયો જોવા માગતા હોય એના નામ પર ટચ / ક્લિક કરશો એટલે એ વિડીયો ચાલુ થાશે।