આજે આપણે આ દોડધામભરી જિંદગીમાં પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છીએ,જેના લીધે આજે આપણે ઘણાય પક્ષીઓને ઓળખી શકતા નથી.સામાન્ય ઉદાહરણ તરીકે આજે ચકલી બચાવો અભિયાન હાથ ધરવાની જરૂર પડી છે.આવા સમયમાં અન્ય પક્ષીઓ પણ આપણાથી દૂર થઇ ગયા હોઈ આપણે એને અને એના નામને ભૂલી ગયા હોઈએ એ સ્વાભાવિક છે.ત્યારે કેટલાક પક્ષીઓનો પરિચય (ગુજરાતી અને અંગ્રેજીમાં નામ સાથે સચિત્ર) વીડિયોના માધ્યમથી આપની સામે મૂકું છું.આપણા બાળકોને /શાળાના બાળકોને જરૂર બતાવશો જેથી એ પક્ષીઓના વૈવિધ્યથી પરિચિત થાય .