8 Jun 2018

પ્રો.સૌરભ દવે સાહેબ સાથેની એક મુલાકાત | Gujarat Bloggers First Meet

તાજેતરમાં ગઈ કાલે તા.૦૭-૬-૨૦૧૮ ના રોજ કછુઆ.કોમ અને ગણપત યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના જાણીતા બ્લોગરની સૌપ્રથમ એક એજ્યુકેશનલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કછુઆ.કોમ દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા ઓનલાઇન એજ્યુકેશનલ કોર્ષ વિશે વાત કરવામાં આવી.સાથે સાથે ગણપત યુનિવર્સીટીના પ્રો.સૌરભ દવે સાહેબ દ્વારા ગુગલ અને બ્લોગરના પ્રાઈવસી કોપીરાઈટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.દવે સાહેબ દ્વારા યુનિવર્સીટીના વિવિધ ડીપાર્ટમેન્ટની મુલાકાત લેવાની તક મળી.સાહેબે યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ વિભાગો અને કોર્ષ વિશે પરિચય આપ્યો.
મિત્રો,ગણપત યુનિવર્સીટીને રાજ્યની શ્રેષ્ઠ યુનિવર્સીટી ૨૦૧૮ નો એવોર્ડ  મળ્યો છે.ત્યારે આવી શ્રેષ્ઠ યુનિવર્સીટીની મુલાકાત અને એમના અચિવમેન્ટ વિશે જાણવાનો મોકો મળ્યો -જે યાદગાર રહ્યો.અંતે પ્રો.સૌરભ દવે સાહેબે મારી કામગીરી વિશે પોતાનો અભિપ્રાય આપ્યો,જે વિડીયો સ્વરૂપે આપ જોઈ શકો છો.આ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો.
Share This
Previous Post
Next Post