29 Apr 2018

રાણીની વાવ -પાટણ | રાણકી વાવ | Rani ni Vav Video

વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવેશ થયેલ ગુજરાતનું એક માત્ર આ સ્થળ.
ચાલો,આ ઐતિહાસિક સ્મારકથી પરિચિત થઈએ.
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલા ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.આ વાવ વિશે ગુજરાતીમાં માહિતી સાથે  વિડીયો  જોવા અહી ક્લિક કરો.


સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
Share This
Previous Post
Next Post