22 Feb 2018

દુલા ભાયા કાગ પૂણ્યતિથિ : જીવન પરિચય (Dula Bhaya Kag Life Story )

૨૨ ફેબ્રુઆરી,આજે કવિવરશ્રી દુલા ભાયા કાગની પૂણ્યતિથિ 
દુલા ભાયા કાગ (કાગબાપુ) એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ.એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ,ભજન, પ્રાર્થના, દુહા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે.નોખા તરી આવે એવા સાહિત્યકાર.ચારણ કુળમાં જન્મેલા. કાગ આપણી ભાષાના આગવા રચનાકારોમાં શીર્ષસ્થ છે. તેમની રચનાઓ લોકબોલીમાં, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચારપ્રેરક અને ચિંતનપ્રદ બોધ આપી જાય છે.ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની ફિલસૂફી અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે.
Share This
Previous Post
Next Post