6 Feb 2017

મોતીલાલ નહેરૂ પૂણ્યતિથિ -06 February

 આજે શ્રી મોતીલાલ નહેરૂ પૂણ્યતિથિ ( પં.જવાહરલાલ નહેરૂના પિતા) (1861-1931 )
ભારતીય રાજનીતિના ઉજ્જવલ તારક, ત્યાગમૂર્તિ શ્રી મોતીલાલ નહેરૂનો જન્મ ઇ.સ.1861 માં આગ્રા મુકામે થયો હતો.જલિયાવાલા  હત્યાકાંડથી એમનું હ્રદય દ્રવી ઊઠયું અને ગાંધીજીના નિકટના પરિચયમાં આવ્યા.રાજમહેલ જેવું પોતાનું નિવાસસ્થાન એમણે દેશને અર્પણ કરી દીધું.તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે રાજા મહારાજાઓને પણ ઇર્ષા કરાવે તેવું માન ભારતની જનતાએ તેમને આપ્યું.એમનું સમગ્ર વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું.એમની વિરલ બુદ્ધિપ્રતિભા, બાદશાહી રહેણીકહેણી અને છેવટના દિવસોનું એમનું જીવન પરિવર્તન તથા દેશ માટે કરેલો સર્વસ્વનો ત્યાગ આપણાં દેશમાં કહેવતરૂપ બની ગયા છે.જીવન પરિચય આપતો વિડ્યો ગુજરાતીમાં જુઓ
Share This
Previous Post
Next Post