Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

24 January 2017

Digital Gujarat - Digital Locker Video in Gujarati

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને ડિજીટલ ઇન્ડિયા બનાવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આ દિશામાં આપણે સૌએ ડીજીટલ સાક્ષર બનવું પડશે.આ માટેની શરૂઆત થઇ ચૂકી છે. ભારત સરકાર દ્વારા આ બાબત ખાસ પોર્ટલ તૈયાર થયું છે.ગુજરાત સરકાર દ્વારા પણ આ વિષયક એક ઓનલાઇન પોર્ટલ "ડિજીટલ ગુજરાત" બની ગયું છે,પરંતુ જાણકારીના અભાવે ઘણા મિત્રો ઉપયોગ કરી નથી શકતા.
ગુજરાત સરકાર દ્વારા પેપર લેશ ગુજરાત/ડિજીટલ ગુજરાત બનાવવા માટે આ પોર્ટલ પર હાલ ૩૩ પ્રકારની ઓનલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે.જેમાં ઘર બેઠા તમે અરજી કરી શકો છો,ડોક્યુમેન્ટ સબમીટ કરી શકો છો.અને અરજીનું સ્ટેટસ અને દાખલાઓ મેળવી શકો છો....
આ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર આપને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ ડીજીટલ લોકરમાં આપના ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે,જેનો ઉપયોગ તમે આ ઓનલાઇન સેવાઓના અરજી/ઉપયોગ માટે કરી શકશો.પછી ડોક્યુમેન્ટ નકલ આપવી પડશે નહી..
આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ડીજીટલ લોકરમાં આપના ડોક્યુમેન્ટ સબમીટ કેવી રીતે કરવા તેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં પ્રેક્ટીકલ નીચે વીડિયોમાં જુઓ