20 May 2016

Divaliben Bhil Parichay -દિવાળીબેન ભીલ જીવનગાથા

૧૯૯૦માં જેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા  
જેસલ તોરલનાં ભજન 'પાપ તારૂં પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે..., તેમજ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે', અને 'હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડો મારો કહ્યામાં નથી' જેવાં અઢળક લોકગીતો, ભજનોથી ઘર-ઘરમાં જાણીતાં બનેલા લોકગાયિકા દિવાળીબેન ભીલ હવે આપણે વચ્ચે રહ્યા નથી. તેમનું ૧૯.૦૫.૨૦૧૬ ના રોજ દુ:ખદ અવસાન થયું છે. ગુજરાતી લોકસંગીત અને સાહસ-શૌર્યગાથા-ભજનો-લોકગીતોને પોતાના કંઠનાં કામણથી ઘરે ઘરે ગુંજતા કરનારા દિવાળીબહેનની વિદાયથી એક વરિષ્ઠ, પરિપક્વ અને લોકગાયિકાની ખોટ ગુજરાતી સંગીત જગતને પડી છે.દિવાળીબેન અભણ હોવાથી ભાઇને આર્થિક રીતે મદદ કરી શકાય તે માટે નાની-મોટી નોકરી કરતા હતા. તેમજ ડોકટરને ત્યાં દવાખાનામાં કામવાળી તરીકે પણ નોકરી કરી હતી.૭૦૦ થી વધુ ગીતો કંઠસ્થ હતા
Share This
Previous Post
Next Post