8 Nov 2015

વાંચવા જેવા સમાચાર

  • દેશના ત્રીજા ભાગના લોકો માટે કાળા અક્ષર ભેંસ બરાબર
  • દેશના ૩૬ કરોડ લોકો હજુ નિરાધાર
  • યુનિવર્સિટીના હંગામી કર્મચારીના વેતનનો મુદ્દો લોચામાં
  • શૈક્ષણિક ચૂકવવાનું હવે આસાન બનશે. 
  • ચોથા વર્ગના કર્મીઓને હજુ બોનસ મળ્યુ નથી.
  • કર્મચારીઓ ફુલ પગારની માગ સાથે રાષ્ટ્રપતિ, PMને પત્ર લખશે
    એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ
    ગુજરાતરાજ્યના શિક્ષણ, રેવન્યુ, હેલ્થ, સચિવાલયમાં ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4 કર્મચારીઓને ફુલ પગાર આપવાની માગણી સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત જન અધિકાર સંગઠનના નેજા હેઠળ સોમવારે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાનને પત્ર લખવામાં આવશે. પત્રમાં રાજ્ય સરકાર તરફથી વહીવટી કર્મચારીઓને ફુલ પગાર આપવામાં આવે તેવી માગણી કરવામાં આવશે.
    ગુજરાત જનઅધિકાર સંગઠન ફિક્સ પે સંઘર્ષ સમિતિના કન્વીનર પ્રવીણ રામ અને રજનીકાંત સોલંકીએ જણાવ્યું છે કે, 'રાજ્યના શિક્ષણ વિભાગ,રેવન્યુ વિભાગ, હેલ્થ વિભાગ, સચિવાલયમાં વર્ગ 3, વર્ગ 4 તરીકે ફરજ બજાવતા અને પ્રતિ માસ રૂ. 7,800, પ્રતિમાસ રૂ. 12,800નો ઉચ્ચક પગાર મેળવતા વહીવટી કર્મચારીઓને આજ દિન સુધીમાં ફુલ પગાર આપવામાં આવ્યો નથી.
    ગુજરાતમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ, ફિક્સ પગાર-માનદ-લઘુતમ વેતન મેળવતા યુવાનોની સાથે જનઅધિકાર સંગઠન દ્વારા રાજ્ય સરકારની શોષણખોરી નીતિની સામે આંદોલન ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે સોમવારે, 13મી નવેમ્બરે ફિક્સ પગાર મેળવનાર યુવાનોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માગણી સાથે રાષ્ટ્રપતિ-રાજ્યપાલ-વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરવામાં આવનાર છે.'
    ગુજરાત જન અધિકાર સંગઠન રજૂઆત કરશે
Share This
Previous Post
Next Post