17 Sept 2015

paryushan - savntsari સંવત્સરી

સંવત્સરી જૈન ધર્મમાં પર્યુષણનો છેલ્લો દિવસ છે
સંવત્+સરી આ બે શબ્દોનું મિલન થઇ સંવત્સરી શબ્દ બન્યો છે. સંવત્ એટલે એક વર્ષ અને સરવું એટલે નીકળી જવું, ઘટી જવું. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે.સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. 
Share This
Previous Post
Next Post