19 Mar 2014

ધો. ૧૦ની ઉત્તરવહીનું મૂલ્‍યાંકન



શુક્રવારથી ધો. ૧૦ની ઉત્તરવહીનું મૂલ્‍યાંકન રાજકોટમાં સમાજ વિજ્ઞાન, સિંધાવદરમાં ગુજરાતી, ટંકારામાં ગણિત-વિજ્ઞાનની ઉત્તરવહીનું મૂલ્‍યાંકનઃ ૧૦ દિવસમાં ૫૦ હજાર પેપર તપાસવા આદેશઃ શિક્ષકોને ઓર્ડર ઈસ્‍યુ
રાજકોટ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
આજે ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનું ત્રીજુ પ્રશ્‍નપત્ર છે. પરીક્ષા શાંતિપૂર્ણ આગળ ધપી રહી છે. મે ના અંતમાં અને જૂનના પ્રારંભમાં ધો. ૧૦ અને ૧૨નું પરિણામ સમયસર જાહેર કરી દેવા શિક્ષણ બોર્ડે નક્કર આયોજન કર્યુ છે.શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૧ના શુક્રવારથી સમગ્ર રાજ્‍યના ૧૦૪ મૂલ્‍યાંકન કેન્‍દ્રો ઉપર ઉત્તરવહી તપાસવાનો પ્રારંભ થનાર છે. જાણવા મળતી વિગતો મુજબ ધો. ૧૦ની ઉત્તરવહીના મૂલ્‍યાંકન માટે તમામ ૧૦૪ કેન્‍દ્રો ઉપર ૧૦ દિવસમાં ૫૦ હજાર ઉત્તરવહી તપાસવામા આવશે. ઉત્તરવહીના મૂલ્‍યાંકન માટે ગુજરાતના ૪૦૦૦થી વધુ વિષય નિષ્‍ણાંત શિક્ષકોની સેવા લેવામા આવી છે.શિક્ષણ બોર્ડ દ્વારા રાજકોટ શહેરમાં મવડી પ્‍લોટમાં આવેલ શ્રી રણછોડ વિદ્યાલય ખાતે સામાજિક વિજ્ઞાનની ઉત્તરવહી તપાસવામાં આવશે. જ્‍યારે વાંકાનેરના સિંધાવદરમા ધો. ૧૦ની ગુજરાતી વિષયની ઉત્તરવહી તપાસાશે તો ટંકારામા ગણિત અને વિજ્ઞાન વિષયની ઉત્તરવહીનું મૂલ્‍યાંકન થશે.
Share This
Previous Post
Next Post