5 Feb 2014

બદલીમાં ભ્રષ્ટાચાર


પ્રાથમિક શિક્ષકોની બદલીમાં શિક્ષણમંત્રી કક્ષાથી ભ્રષ્ટાચાર

ભુપેન્દ્રસિંહની ઓફિસમાંથી સીધો દોરીસંચાર : બદલીના ૧૦થી ૧૫ લાખનો બોલાતો ભાવ : ૪૦થી વધુ બદલીઓમાં ખાયકી
ગાંધીનગર, તા.૩
રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું છે. શિક્ષણમંત્રીની ઓફિસમાંથી જ ભ્રષ્ટાચારનો સીધો દોરીસંચાર ચાલી રહ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની ખાસ કિસ્સાની બદલીઓમાં મોટાપાયે ખાયકી થઈ રહી છે. છેલ્લા દસ મહિના દરમિયાનમાં જ થયેલી બદલીઓના ઓર્ડરમાં મોટાપાયે ખાયકી થઈ હોવાની બુ આવી રહી છે. મેડિકલના ખાસ કિસ્સામાં જે બદલીઓના હુકમો કરાયા છે તેમાં મોટો આર્થિક લાભ શિક્ષણમંત્રીથી લઈ તેમના વચેટિયાઓ ખાટી ગયા છે. દસ મહિના દરમિયાનમાં આ પ્રકારની ૪૦થી વધુ બદલીઓ થઈ છે. જેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.
મેડિકલના ખાસ કિસ્સામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીમાં થતાં ભ્રષ્ટાચારમાં પ્રાપ્ત વિગત મુજબ ખાનગી હોસ્પિટલના મેડિકલ ર્સિટફિકટો રજુ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને હૃદયરોગ, હૃદયના વાલ્વની બિમારી ઉપરાંત કિ
ડની આ ત્રણ બિમારીઓના કારણ પર શિક્ષકોની બદલીઓની રીતસરની હાટડી શિક્ષણમંત્રીના વિભાગમાં ચાલી રહી છે. બિમારીના બિલકુલ ખોટા ર્સિટફિકેટ રજુ કરી માદરે વતનમાં શિક્ષકો પોતાની બદલીઓ મોં બોલી કિંમત ચુકવીને કરાવી લે છે. જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં બિમારીની સારવાર મળી રહે તે વિસ્તારના બદલે શિક્ષકો પૈસાના જોરે પોતાના વતનમાં બદલી કરાવી લઈ તાગડધિન્ના કરી રહ્યા છે. આ ખેલ શિક્ષણવિભાગના સીધા આશિર્વાદ નીચે જ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે. પ્રાથમિક શિક્ષકની એક બદલી માટે સરેરાશ ૧૫ લાખનો બોલાઈ રહ્યો છે. જો ઓળખાણ હોય તો દસ લાખ થતા હોવાનું કહેવાય છે. પરંતુ પ્રસાદ વગર બદલીની એકપણ ફાઈલ આગળ ચાલતી નહીં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. છેલ્લા દસ મહિના દરમિયાન ૪૦થી વધુ જેટલી બદલીઓ થઈ તેમાં મોટાભાગની બદલીઓ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની બોલાય રહી છે.
તપાસ કરવામાં આવે તો આમાના ૯૦ ટકા કેસ બોગસ નીકળે તેમ છે. મંત્રીના નજીકના અધિકારી બદલીના કેસની ફાઈલો તૈયાર કરી સાંજના સમયે તેના નિકાલની કાર્યવાહી હાથમાં લેતા હોવાની ચર્ચા ખુદ શિક્ષણ જગતમાં જ જોરશોરથી ચાલી રહી છે. આ અધિકારી મંત્રીમંડળમાં પોતાનું ઘર વર્ષોથી કરીને બેઠા છે. મંત્રીની ઓફિસમાંથી જ સીધો દોરીસંચાર થતો હોવાનો સીધો આક્ષેપ છે.
પૈસા લેવાતા નથી : મંત્રી
બોગસ મેડિકલ સર્ટીફિકેટના આધારે થતી બદલીઓમાં બોલાતા ભાવ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને પુછતા તેમણે કહ્યુ કે ''હા કેન્સર, કિડની અને હદ્યની બિમારીના કિસ્સામાં મેડિકલ સર્ટીને આધારે બદલી કરૂ છું. તેમાં રૂપિયાની કોઈ લેવડદેવડ થતી નથી. મેડિકલ સર્ટીફિકેટના વેરિફિકેશન પછી જ ઓર્ડર થાય છે'' મંત્રી ચુડાસમાં ભલે ઈન્કાર કરે પરંતુ, લોકો તો જાણે જ છે કે સરકાર અને ખાસ કરીને શિક્ષણ વિભાગમાં કેવી રીતે બદલીઓ થતી હોય છે.
Share This
Previous Post
Next Post