20 Feb 2014

શિક્ષકોની પરીક્ષા ગુણના આધાર પર પગાર

HTAT Stay




શિક્ષકોની પરીક્ષા લઈ ગુણના આધાર પર પગાર નક્કી થશે. શિક્ષકોની ગુણવત્તા સુધારવા નવતર
પ્રયોગ :
આગામી સમયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોનો પગાર
શિક્ષકો પોતાની  બેલીયતના આધારે મેળવી શકશે.છઠ્ઠા પગારપંચનો સ્વીકાર કરનારા શિક્ષકોએ પોતાના જ મુલ્યાંકનની પદ્ધતિ અપનાવવા પર મ્હોર લગાવી હતી.જેમાં પરીક્ષાના આધારે પરીણામ આવે તે મુજબ પગારમાં વધધટ થઈ શકશે. આ  સીસ્ટમમાં લબડધક્કે કામ કરનારા શિક્ષકોએ ભોગવવાનું આવશે જ્યારે કાબેલ શિક્ષકો વધુ પગાર મેળવી શકશે. આ સિસ્ટમનાં પગલે ગુણોત્સવમાં જેમ વિદ્યાર્થીઓનું આંકલન થાય છે તેવી જ ઓજેક્ટિવ પરીક્ષાની હવે શિક્ષકો પણ તૈયારી કરતાં જોવા મળશે.સરકાર દ્વારા શિક્ષકોને પણ હવે તેમની કાબેલીયતના આધારે પગાર ચુકવવાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે.છઠ્ઠા પગારપંચનો સ્વીકાર કરનાર શિક્ષકોએ પોતાના જ મુલ્યાંકનની પદ્ધતિ અપનાવવા પર મ્હોર લગાવી હતી. જેના પગલે હવે વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોની પણ પરીક્ષા લેવામાં આવશે. અને તે પરીક્ષાના પરીણામના આધારે શિક્ષકોનો પગાર નક્કી કરવામાં આવશે.ગ્રાન્ટેડ ઉપરાંત નોન ગ્રાન્ટેડ શાળાઓ પણ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. આ નવી સિસ્ટમ મુજબ ગુણોત્સવમાં જ્યાં એક તરફ વિદ્યાર્થીઓ અગાઉ જે અભ્યાસ કરી ચૂક્યા હોય તેને ઓબ્જેક્ટિવ પ્રશ્નો મારફત યાદ રહે એ માટેની કસરત કરાઈ છે. તો આ જ રીતે શિક્ષકોની પણ ઓબ્જેક્ટિવ પ્રશ્નો વડે પરીક્ષા લેવામાં આવશે. શિક્ષકો ઉપરાંત આચાર્યની પણ આ જ રીતે પરીક્ષા લેવાશે. માનવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમના આધારે એવા શિક્ષકોને ફાયદો થશે જેઓ ખરેખર કાબેલીયત ધરાવે છે જ્યારે એવા શિક્ષકો માથે હાથ દઈને બેસી જશે જેઓ લાગવન અને કોઈ નેતાની પગચંપી કરીને નોકરી મેળવવામાં સફળ બન્યા હતો. કેમ કે પરીક્ષાના પરીણામ બાદ જે તે આચાર્યની ભલામણના આધારે શિક્ષકોનો પગારમાં ધારોવધઆરઓ થશે જો માર્કસ સારા ન આવ્યા હોત પગારમાં ધટાડો થશે અને જો માર્કસ સારા આવ્યા તો પગારમાં વધારો થશે.
Top of Form
Share This
Previous Post
Next Post